તમારા બધા ઑનલાઇન એકાઉન્ટમાં સાઇન ઇન કરવાની વધુ સુરક્ષિત રીત.

તમારા બધા ઑનલાઇન એકાઉન્ટમાં સાઇન ઇન કરવું ઝંઝટભર્યું ન હોવું જોઈએ. તમારા એકાઉન્ટની વ્યક્તિગત માહિતી અસુરક્ષિત હોઈ શકે છે તેની ચિંતા કર્યા વિના તે ઝડપી અને સરળ હોવું જોઈએ.

પ્રમાણીકરણ માટેના અમારા બિલ્ટ-ઇન ટૂલ તમને ગમતી ઍપ અને સેવાઓમાં ઝડપથી અને સુરક્ષિત રીતે સાઇન ઇન કરવામાં તમારી સહાય કરવા માટે ડિઝાઇન કરેલા છે.

પાસવર્ડની તપાસ: તમારા Google એકાઉન્ટની સુરક્ષાને ચુસ્ત બનાવો

પાસવર્ડની તપાસ કરીને તમારા બધા ઑનલાઇન એકાઉન્ટ સુરક્ષિત કરો. તમારા પાસવર્ડની સશક્તતાનું પરીક્ષણ કરો, તમે એક કરતાં વધુ વખત કોઇ પાસવર્ડનો ઉપયોગ કર્યો છે કે કેમ તે ચેક કરો અને તેમાંથી કોઈ સાથે ચેડા કરવામાં આવ્યા છે કે કેમ તે જાણો.

પાસવર્ડની તપાસ કરો
તમને ઑનલાઇન સલામત રાખવાની અમારી
અન્ય રીતો વિશે શોધખોળ કરો.